વધતી ઉંમર સાથે આપણા આરોગ્યમાં અમુક ફેરફારો આવતા જાય છે. આ ફેરફારોમાં શરીરની તંદુરસ્તીની સાથે માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. વધતી ઉંમર સાથે યાદશક્તિ કમજોર થવી, વસ્તુઓનાં નામ યાદ ન રહેવું, મોઢાના શબ્દ સ્પષ્ટ ન બોલી શકવા જેવી સમસ્યાઓનો સામનો ઘણા વૃદ્ધોને કરવો પડે છે.
જો કે યાદશક્તિ કમજોર થવી વધતી ઉંમરની સામાન્ય સમસ્યા હોઈ શકે છે, પરંતુ જો આ સમસ્યા હદ વટાવી જાય તો તે ડિમેન્શિયાની સ્થિતિ તરફ દોરી જઈ શકે છે. ડિમેન્શિયા એ મગજમાં થતી એવી સ્થિતિ છે, જેમાં યાદશક્તિ, વિચારસરણી અને નિર્ણય લેવાની ક્ષમતા સમય જતાં ધીમે ધીમે ઘટતી જાય છે. ડિમેન્શિયાના દર્દીઓને ઘણી વાર સામાન્ય કાર્યો પણ કરવામાં મુશ્કેલી પડે છે.
આપણા દેશમાં ડિમેન્શિયા એક ગંભીર સમસ્યા તરીકે ઉભરી આવી છે. સત્તાવાર આંકડા અનુસાર, આજે ભારતમાં લગભગ 40 લાખ લોકો ડિમેન્શિયાથી પીડાઈ રહ્યા છે. બદલાતા જીવનશૈલી અને ખાનપાનને કારણે ડિમેન્શિયાના દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.
ડિમેન્શિયાને સામાન્ય રીતે વૃદ્ધાવસ્થાની એક સામાન્ય સમસ્યા ગણવામાં આવે છે, પરંતુ હવે યુવાનોમાં પણ ડિમેન્શિયાના કેસ સામે આવી રહ્યા છે. આશરે 10% ડિમેન્શિયાના દર્દીઓની ઉંમર 65 વર્ષથી ઓછી હોય છે.
ડિમેન્શિયાનો હજુ સુધી કોઈ ઈલાજ શોધી શકાયો નથી. જો કે ડિમેન્શિયાને સમયસર ઓળખીને તેનાં લક્ષણો પર અંકુશ મેળવી શકાય છે. આ માટે જરૂરી છે કે આપણે ડિમેન્શિયાનાં લક્ષણોને ઓળખીએ અને આ સમસ્યાથી પીડાતા દર્દીઓને સમયસર સારવાર મળી રહે તેની તકેદારી રાખીએ.
ડિમેન્શિયાનાં લક્ષણો ધીમે ધીમે અને ક્રમશઃ વધતા જાય છે. ડિમેન્શિયાથી પીડાતા દર્દીઓમાં મુખ્યત્વે નીચે મુજબનાં લક્ષણો જોવા મળે છે:
ડિમેન્શિયાને કેવી રીતે અટકાવી શકાય?
ડિમેન્શિયાને સંપૂર્ણપણે અટકાવી શકાય છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ જાણકારી નથી. જો કે ડિમેન્શિયાનું જોખમ ઘટાડવા માટે કેટલીક સાવચેતીઓ રાખી શકાય છે.