SNAP Result 2024: જાહેર થયા પરિણામો




દિલ્હી: ગઈકાલે Symbiosis International (deemed) University દ્વારા Undergraduate, Postgraduate અને Ph.D. Entrance Test 2024 પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. બોર્ડ દ્વારા પહેલાં જાહેરાત કરવામાં આવી હતી કે પરિણામ જાહેર કરવાની તારીખ 8 જાન્યુઆરી 2025 છે, પરંતુ ગઈકાલે એટલે કે 7 જાન્યુઆરી, 2025 ના રોજ જ પરિણામ જાહેર કરવામાં આવ્યા છે.

પરીક્ષા ઑનલાઈન મોડમાં લેવામાં આવી હતી


Symbiosis Entrance Test, SNAP 2024 પરીક્ષા 10, 18 અને 23 ડિસેમ્બર 2024ના રોજ ઑનલાઈન મોડમાં લેવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી તેઓ હવે તેમના પરિણામો સત્તાવાર વેબસાઈટ www.snaptest.org પર ચેક કરી શકે છે.

પરિણામો ડાઉનલોડ કરવાની પદ્ધતિ


1. Official વેબસાઈટ www.snaptest.org પર જાઓ.
2. હોમપેજ પર, "SNAP 2024 Result" પર ક્લિક કરો.
3. એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
4. પરિણામો તમારી સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
5. ભવિષ્યના ઉપયોગ માટે પરિણામો ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ લો.

Apply કરી શકો છો આ કોલેજોમાં


SNAP 2024 દ્વારા વિદ્યાર્થીઓ Symbiosis International (deemed) University ની 16 ઈન્સ્ટિટ્યૂટ્સમાં એડમિશન મેળવી શકશે. આ 16 ઈન્સ્ટિટ્યૂટ્સમાં SIMC Pune, SIBM Pune, SCMHRD Pune, Symbiosis Law School, Symbiosis Centre for Health Care, Symbiosis Institute of Operation Management, Symbiosis Centre for Media and Communication, Symbiosis Centre for Information Technology, Symbiosis School of Sports Science, Symbiosis School of Liberal Arts, Symbiosis School of Economics, Symbiosis Institute of Computer Studies and Research, Symbiosis School of Design, Symbiosis Institute of Geoinformatics, Symbiosis Centre for Management and Human Resource Development, Symbiosis School for Biological Sciencesનો સમાવેશ થાય છે.

મહત્વની બાબત


જો કોઈ વિદ્યાર્થીને તેના પરિણામો ડાઉનલોડ કરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તો તેઓ સહાય માટે [email protected] પર ઈમેલ કરી શકે છે.